ભુજ: નૂતન સ્વામિનારાયણ મંદિર ને ૧૫ વર્ષ પૂર્ણ થતાં અને શિક્ષાપત્રી દ્ધિશતાબ્દી મહોત્સવ ના ઉપલક્ષ માં ભવ્ય દીપોત્સવ
Bhuj, Kutch | Oct 13, 2025 *ભુજ નૂતન સ્વામિનારાયણ મંદિર ને ૧૫ વર્ષ પૂર્ણ થતાં સાથો સાથ શિક્ષાપત્રી દ્ધિશતાબ્દી મહોત્સવ ના ઉપલક્ષ માં ભવ્ય દીપોત્સવ નું આયોજન* *૧૫ વર્ષ દરમ્યાન યોજાયેલા અન્નકુટ ઉત્સવો દરમ્યાન ૨૫ લાખ થી વધારે ભક્તો એ ભુજ મંદિર ના પ્રસાદ નો લાભ લીધો*.. *આ વર્ષે પણ અંદાજીત બે લાખ હરિભકતો પ્રસાદ નો લાભ લેશે* *દિપાવલી ના દિવસે ૧.૫૧ દીવડાઓ થી મંદિર થશે સુશોભિત*.. *હજારો મણ વ્યંજનોથી 56 ભોગ સાથે ૧૭૫ પ્રકારની વાનગીઓના થાળ દેવોને કરાશે અર્પણ*