રાજુલા સહિત અમરેલી જિલ્લાના તમામ વિસ્તારોમાં મકાન, દુકાન, ઓફિસ, ગોડાઉન, ઔદ્યોગિક એકમ અથવા કોઈપણ જગ્યા ભાડે આપતાં પહેલા માલિકે ભાડુઆત પાસેથી ઓળખના પુરાવા મેળવી સંબંધિત પોલીસ સ્ટેશનમાં નિર્ધારિત ફોર્મ દ્વારા જાણ કરવી ફરજિયાત કરી દેવામાં આવી છે. આ જાહેરનામું નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ 163 હેઠળ બહાર પડ્યું છે.આ જાહેરનામું 29 જાન્યુઆરી, 2026 સુધી અમલમાં રહેશે.