તારાપુર: તારાપુરના મોરજ ગામના તળાવમાં અસંખ્ય માછલીઓના મોતથી હાહાકાર
Tarapur, Anand | May 20, 2026 તારાપુર તાલુકાના મોરજ ગામના મુખ્ય તળાવમાં અચાનક જ લાખો માછલીઓ ટપોટપ મરી પરવારતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. તળાવના કિનારે મૃત માછલીઓના ચરુઓ અને ઢગલા ખડકાઈ જતાં સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ છે, જેના કારણે ગ્રામજનોનું જીવવું દુષ્કર બની ગયું છે.આ કોઈ કુદરતી ઘટના નથી પરંતુ માનવસર્જિત પાપ છે. તળાવમાં માછીમારીનો કોન્ટ્રાક્ટ રાખનારા ઈસમો દ્વારા પાણી ચોખ્ખું કરવાના બહાને ભારે માત્રામાં કેમિકલયુક્ત દવાઓ ફેંકવામાં આવી હતી.