તારાપુર: વાળંદાપૂરા હોટલ પાસેથી બાઈક ચોરાતા ફરિયાદ
Tarapur, Anand | Nov 6, 2025 તારાપુર તાલુકાના વાળંદાપૂરા ખાતે રહેતા રમેશભાઈ અભેસંગભાઈ ચૌહાણે પોતાનું બાઈક નંબર જીજે 23 બીએફ 2729 સીમમાં આવેલી અંબર હોટલ પાસે પાર્ક કર્યું હતું. આ દરમિયાન કોઈ શખ્સો બાઈકની ચોરી કરીને લઈ ગયા હતા.અંગે તારાપુર પોલીસે ₹40,000 કિંમતના બાઈક ચોરી સંદર્ભે વાહન ચોરીનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.