ગોધરા: વેજલપુરમાં ગૌવંશની ગેરકાયદેસર હેરાફેરી મામલે મહિલા સહિત ત્રણને ૭ વર્ષની સજા
વેજલપુરમાં ગૌવંશની ગેરકાયદેસર હેરાફેરી મામલે મહિલા સહિત ત્રણ આરોપીઓને કોર્ટએ ૭ વર્ષની સખત કેદ અને દરેકને ₹૧,૦૦,૦૦૦ દંડ ફટકાર્યો. પોલીસને મળેલી માહિતીના આધારે ચલાલી ગામે પીકઅપ ગાડી તપાસતાં તેમાં ૬ ગૌવંશ ક્રૂર હાલતમાં મળ્યા હતા. કેસ દરમિયાન સાક્ષીઓ અને પુરાવાના આધારે જજએ આરોપીઓને દોષિત ઠેરવ્યા. આ કડક ચુકાદાથી જિલ્લામાં ગેરકાયદેસર પશુ હેરાફેરી કરતા તત્વોમાં ભય ફેલાયો છે.