ગોધરા: ગોધરાના જહુરપુરા શાકમાર્કેટમાં વહેલી પરોઢે આગ: કરિયાણાની દુકાન અને મસાલા દળવાની ઘંટી બળીને ખાખ, જાનહાનિ ટળી
ગોધરા શહેરમાં આવેલા મુખ્ય જહુરપુરા શાકમાર્કેટમાં વહેલી પરોઢે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. જહુરપુરા મસ્જિદ નજીક આવેલી એક કરિયાણાની દુકાન અને મસાલા દળવાની ઘંટીમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરીને બાજુની દુકાનને પણ લપેટમાં લીધી હતી. આ દુર્ઘટનામાં બંને દુકાનોનો તમામ સરસામાન બળીને ખાખ થઈ જતાં વેપારીને મોટું આર્થિક નુકસાન થયું છે. ઘટનાની જાણ થતાં જ ગોધરા ફાયર બ્રિગેડે દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. વહેલી સવારે બજાર બંધ હોવાથી મો