હાલોલ: હાલોલ ટાઉન પોલીસે બોમ્બે હાઉસ પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી કાર્યવાહી હાથ ધરી
હાલોલ ટાઉન પોલીસને બાતમી મળી હતી કે બોમ્બે હાઉસ આગળ પિયુષ ઉર્ફે પિન્ટુ જયસ્વાલ પોતાના ઘરે વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે જે બાતમીના આધારે પોલીસે બોમ્બે હાઉસ નજીક પીન્ટુ જયસ્વાલના ઘરે છાપો મારતા પોલીસે ઘરના મુખ્ય ખંડમાથી પ્લાસ્ટિકના થેલામાથી ભારતીય બનાવટના પ્લાસ્ટિકના તથા કાચના છુટ્ટા કવાટરીયા કુલ નંગ 12 જેની કિંમત 1440 રૂ.નો મુદામાલ સાથે પિન્ટુ જયસ્વાલને ઝડપી તેની સામે પ્રોહીબિશનનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે