વઢવાણ: મહાનગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં દબાણ હટાવવામાં આવ્યા
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરના 80 ફૂટ રોડ પર ઉદ્યોગનગર, દેશળ ભગતની વાવ અને ભક્તિ નંદન સર્કલ નજીકના વિસ્તારોમાં દબાણ હટાવવાની વ્યાપક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન રસ્તા પરના અવરોધો દૂર કરવામાં આવ્યા હતા, જેનાથી માર્ગ સરળ અને સુરક્ષિત બન્યો છે.