ગોધરા: ગોધરા તાલુકાના ગોલ્લાવ ગામ નજીક હિટ એન્ડ રન: ટાટા નેક્સોન કારના ચાલકે બાઇકને અડફેટે લીધી
ગોધરા તાલુકાના ગોલ્લાવ ગામથી તળાવ મુવાડા તરફ જતા રોડ પર હિટ એન્ડ રનની ગમખ્વાર ઘટના સામે આવી છે. જેમાં પૂરઝડપે આવી રહેલી એક ટાટા નેક્સોન કારના ચાલકે આગળ જઈ રહેલા ૫૫ વર્ષીય બાઇક સવાર ભારતભાઈ છગનભાઈ રાવતને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ભારતભાઈને જમણા પગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક માનવતા દાખવવાને બદલે વાહન સાથે ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. આ મામલે ગોધરા તાલુકા પોલીસે કારના નંબરના આધારે અજાણ્યા ચાલક વિરુદ્ધ ગુનો