ગોધરા: તાલુકાના બામરોલી ખુર્દ ગામે જમીનમાં ભાગ અને પૈસાના વિવાદમાં ભાઈએ ભાઈની લાકડી વડે હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે
ગોધરા તાલુકાના બામરોલી ખુર્દ ગામે જમીન વહેંચણી અને પૈસાના મુદ્દે ચાલતા કુટુંબી વિવાદે ભયાનક રૂપ ધારણ કર્યું. 12 એપ્રિલે બંને ભાઈઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝઘડો હિંસક બન્યો. નાના ભાઈએ લાકડી વડે મોટા ભાઈ પર હુમલો કરતાં માથા અને છાતીમાં ગંભીર ઈજાઓ પહોંચી અને તેમનું સ્થળ પર જ મોત થયું. બનાવથી ગામમાં ચકચાર મચી ગઈ. મૃતદેહને ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડાયો અને પોસ્ટમોર્ટમ કરાયું. મૃતકની પત્નીએ ગોધરા તાલુકા પોલીસમથકે ફરિયાદ નોંધાવી છે.