વાલિયા-વાડી માર્ગ ઉપર અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે.ત્યારે વાલિયાના ડહેલી ગામ પાસે પૂરપાટ ઝડપે સામેથી આવતી કારથી બચવા જતા મહિલા બાઈક સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી હતી.ઇજાઓને પગલે ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે વાલિયા બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અકસ્માત અંગે વાલિયા પોલીસે તપાસ હાથ ધરી છે.