ગોધરા: ગોધરામાં અંકુર સ્કૂલ નજીકથી ₹૧૦,૫૦૦ની કિંમતનો સ્માર્ટફોન ગુમ, પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
ગોધરાના ભુરાવાવ વિસ્તારમાં અંકુર સ્કૂલથી શ્રી પાર્ક સોસાયટી વચ્ચે ૩૨ વર્ષીય હર્ષિલકુમાર પટેલનો સ્માર્ટફોન ગુમ થયો હોવાની ઘટના સામે આવી છે. ૨૪ મેના રોજ બપોર દરમિયાન ફોન ક્યાંક પડી ગયો હતો અથવા ખોવાઈ ગયો હતો. ગુમ થયેલા ફોનની અંદાજિત કિંમત ₹૧૦,૫૦૦ હોવાનું જાણવા મળ્યું છે. ફોન શોધવા માટે ઘણી કોશિશો છતાં સફળતા ન મળતા હર્ષિલકુમાર પટેલે ગોધરા શહેર ‘એ’ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે જાણવા જોગ હેઠળ ગુમ થયાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી