જાંબુઘોડા: જાંબુઘોડાના કરા ગામે મકાનમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ
જાંબુઘોડા તાલુકાના કરા ગામે ડુંગરી ફળિયામાં રહેતા અર્જુનસિંહ બારિયાના ઘરે તા.28.9.25 ના રોજ રાત્રે અજાણ્યા તસ્કરોએ હાથ ફેરો કરી ઘરમાં મૂકેલ તિજોરીમાથી સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમ મળી કુલ 1,29,500 ની મત્તાની ચોરી થતા તેઓએ જાંબુઘોડા પોલીસ મથકે તા.5 ઓક્ટોબર રવિવારના રોજ અજાણ્યા તસ્કરો સામે પોલીસે ચોરીનો ગુનો નોધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે જેની માહિતી આજે સોમવારે સવારે 10 કલાકે ઓનલાઇન FIR ના માધ્યમથી મળવા પામી હતી