ગોધરા: લાલબાગ વિસ્તારમાં પત્રકાર પર અજાણ્યા ઈસમોએ હુમલો કરીને માર મારતા ગોધરા શહેર એ ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધાઈ
ગોધરા શહેરના લાલબાગ વિસ્તારમાં પત્રકાર રાજુ રયજીભાઈ સોલંકી પર અજાણ્યા ઇસમોએ હુમલો કર્યો હોવાની ફરિયાદ એ ડિવિઝન પોલીસમથકે નોંધાઈ છે. 22 એપ્રિલની રાત્રે ઘરે જતા સમયે જૂના બસ સ્ટેન્ડ પાસે ફોન પર વાત કરતાં હતાં, ત્યારે એક ઇસમે અપશબ્દો બોલી હુમલો કર્યો. બાદમાં અન્ય લોકોને બોલાવી ટોળાએ માર માર્યો અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી. ઈજાગ્રસ્ત પત્રકારે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.