ગળતેશ્વર: સેવાલીયા મામલતદાર કચેરીએ પુરષોતમ રૂપાલાના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું
આજરોજ ગળતેશ્વર મામલતદાર કચેરી ખાતે ગળતેશ્વર ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટના મંત્રી પુરષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની લાગણીને ઠેસ પહોંચે એવી સમાજ વિરોધી ટિપ્પણી કરવામાં આવી.જેનાથી ભારતવર્ષ ભરમાં ક્ષત્રિય સમાજ ખૂબ જ નારાજ છે. બંને તાલુકાના ક્ષત્રિય સમાજના આગેવાનો વતી આ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે અને સમાજની જે લાગણી છે એનો સ્વીકાર કરવામાં આવે.અને કાયદેસરની સજા કરવામાં આવે એવી માગણી સાથે આજરોજ ગળતેશ્વર મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું.