માળીયા: માળિયા તાલુકાની નાના દહીંસરા ગ્રામ પંચાયત દ્વારા 7 વિઘા જમીનમાં 10 હજારથી વધુ વૃક્ષોનું કૃત્રિમ જંગલ તૈયાર કરાયુ
Maliya, Morbi | Jul 3, 2025 માળીયા તાલુકાનઃ નાના દહીંસરા ગામના પૂર્વ સરપંચ અને હાલ સરપંચ તરીકે કાર્યરત ભાડજા ગજેન્દ્રભાઈ પ્રવિણભાઈએ પર્યાવરણ બચાવવાના દ્રઢ સંકલ્પ થકી 10,500 વૃક્ષોનું વાવેતર કરાવ્યું છે. આ માટે ખેડૂતોએ ખરાવાડની 7 વિઘા જમીન પણ આપી છે. આમ 7 વિઘા જમીન ઉપર કૃત્રિમ જંગલ ઉભું થઈ ગયું છે. વધુમાં હજુ બીજી 6 વીઘા જગ્યામા 10,000 વૃક્ષોનું તેઓ દ્વારા વાવેતર કરવામાં આવી રહ્યું છે.