ગોધરા: રાયોટીંગના ગુનામાં નાસતા ફરતા આરોપીને પટેલવાડા વિસ્તારમાંથી એલસીબીએ દબોચી લીધો
પંચમહાલ જિલ્લામાં વોન્ટેડ ગુનેગારો સામેની ઝુંબેશ દરમિયાન એલસીબીને મોટી સફળતા મળી છે. ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમાં નોંધાયેલા રાયોટીંગના કેસમાં છેલ્લા બે વર્ષથી નાસતા આરોપી ઓવેશ જમીલ વલીયાને પોલીસે ઝડપ્યો. ખાનગી બાતમીના આધારે એલસીબી ટીમે પટેલવાડા ચાર રસ્તા પાસે વોચ ગોઠવી તેને કોર્ડન કરીને પકડી પાડ્યો. આરોપીને અટકાયત કરી આગળની કાર્યવાહી માટે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો છે.