ગોધરા: ગોધરાની ફુલ સૈયદ સોસાયટી પાસે ચેકડેમમાં ડૂબી જવાની ઘટનાને પગલે શહેર બી ડિવિઝન પોલીસે એડી નોંધી છે.
ગોધરા શહેરની ફુલ સૈયદ સોસાયટી વિસ્તારમાં એક કરૂણ ઘટના બની હતી. સિવિલ રોડ વિસ્તારમાં રહેતા ૩૮ વર્ષીય રવિભાઈ અરવિંદભાઈ સોલંકી ફૂલ સૈયદ સોસાયટી પાસે આવેલા ચેકડેમના પાણીમાં કોઈ અગમ્ય કારણોસર ડૂબી ગયા હતા, જેના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું છે.આ ઘટના અંગે મૃતકના ભાઈ અર્જુનભાઈ સોલંકીએ ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. પોલીસે આ મામલે એડી નોંધી વધુ તપાસ હાથ ધરી છે.