વઢવાણ: દૂધરેજ કેનાલ ના ડાયવર્ઝન રસ્તા પર ઉડતી ધૂળ થી વાહનચાલકો પરેશાન જાગૃત નાગરિકે વિડિઓ વાયરલ કર્યો
દુધરેજ નર્મદા કેનાલ પરનો બ્રિજ જર્જરિત બનતા બંધ કરવામાં આવ્યો છે ત્યારે કેનાલની બંન્ને તરફ ડાઈવર્ઝન નો રસ્તો યોગ્ય ન હોવાથી તેમજ આ રસ્તા પર ખૂબ ધૂળ ઉડતા વાહનચાલકોને પારાવાર હાલાકી ભોગવવી પડે છે ત્યારે આ મામલે જાગૃત નાગરિક દિનેશભાઈ એ વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ કરી કાર્યવાહી કરવા માંગ કરી હતી.