તારાપુર: તારાપુર મામલતદાર કચેરી અને સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નાયબ કલેકટરે બેઠક યોજી.
Tarapur, Anand | Jun 4, 2026 તારાપુર મામલતદાર કચેરી અને સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નાયબ કલેકટરે બેઠક યોજી હતી.સામુહિક આરોગ્ય કેન્દ્ર તારાપુર ખાતે રોગી કલ્યાણ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.ઉપરાંત મામલતદાર કચેરી તારાપુર ખાતે તારાપુર તાલુકા સંકલન તથા આગામી ચોમાસાને ધ્યાને લઈ આપત્તિ વ્યવસ્થાને લગતી તૈયારી બાબતે સબંધિત અધિકારીશ્રીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.