દસાડા તાલુકાના ફતેપુર ગામમાં એક જ કોમના બે જૂથો વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ હતી જમીન બાબતે મામલતદારમાં અરજી કરી હોવાની શંકા રાખીને પિતા-પુત્રએ એક યુવાનને લાકડીઓ વડે માર માર્યો હતો. આ હુમલામાં ત્રણ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે વિરમગામ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ઈજાગ્રસ્તો પૈકી એક વ્યક્તિની હાલત અત્યંત ગંભીર હોવાથી હાલ તેને આઈસીયુ (ICU) માં રાખવામાં આવ્યો છે.