આજે ગુરુવારે બપોરે ૧૨ વાગ્યાની આસપાસ હાટકેશ્વર બ્રિજની કામગીરી આજે પણ વિવાદમાં આવી છે.જેમાં આજે પાણીની લાઈનમાં ભંગાણ થયુ છે.બ્રિજની કામગીરી દરમિયાન લાઇન તૂટી હતી. ગઈકાલે પણ ગેસની લાઇનમાં ભંગાણ થતા લીકેજ થયુ હતુ.વિવાદિત બ્રિજ તોડ્યા બાદ પણ વિવાદ યથાવત જોવા મળી રહ્યો છે.પાણીની લાઈન તૂટતા ચારે તરફ પાણીનો વેડફાટ થયો હતો.