ગોધરા: ચાંદીપુરા વાયરસ થી બે ના મોત "ચાંદીપુરા વાયરસ સામે ગભરાવાની નહીં, પણ સાવચેતી રાખવાની જરૂર છે" - પ્રફુલ પાનશેરિયા
ગોધરા તાલુકાના બે ગામોમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. વાયરસના લક્ષણો ધરાવતા બે બાળકોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તપાસ કરતા બંને બાળકોનું ચાંદીપુરા વાયરસના કારણે મૃત્યુ થયું હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. આ ખૂબ જ દુઃખદ ઘટનાને પગલે રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે આ મામલાને ગંભીરતાથી લેવામાં આવ્યો છે.