વલસાડ એસ.ઓ.જી.ની મોટી સફળતા: છેલ્લા એક વર્ષથી પ્રોહિબિશનના ગુનામાં નાસતો-ફરતો આરોપી જૂનાગઢથી ઝડપાયો
વલસાડ જિલ્લા પોલીસ સોશિયલ ઓર્ગેનાઈઝેશન ગ્રુપ (S.O.G.) ને એક મોટી સફળતા મળી છે. વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન (દારૂબંધી) ના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા-ફરતા વોન્ટેડ આરોપીને એસ.ઓ.જી.ની ટીમે જૂનાગઢ ખાતેથી ઝડપી પાડ્યો છે.
સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમ વીર સિંહ અને વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી યુવરાજસિંહ જાડેજા દ્વારા જિલ્લાના અલગ-અલગ ગુનાઓમાં નાસતા-ફરતા અને વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા માટે ખાસ સૂચના આપવામાં આવી હતી. જેને પગલે એસ.ઓ.જી. વલસાડના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. શ્રી વાય.પી. હડીયા અને તેમની ટીમ સતત પ્રયત્નશીલ હતી..
વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના ગુના મુજબ પ્રોહિબિશન એક્ટ તેમજ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની વિવિધ કલમો હેઠળ નોંધાયેલા ગુનામાં આરોપી શાહનવાઝ સલીમભાઈ શેખ છેલ્લા એક
Valsad, Valsad | Jun 19, 2026