ગઢડા: ગઢડાના ટાટમ ગામે બાયો ગેસ પ્લાન્ટમાં બ્લાસ્ટ, એક શ્રમિક ઈજાગ્રસ્ત
Gadhada, Botad | Oct 19, 2026 ગઢડાના ટાટમ ગામ નજીક બાયો ગેસ પ્લાન્ટમાં ટેન્કનું તાપમાન વધતા બ્લાસ્ટ થયો. ઘટનામાં એક શ્રમિક ઘાયલ થયો છે. વિસ્તરણ અધિકારી અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. ટેકનીકલ ખામીને પગલે બ્લાસ્ટ થયો હોવાનું પ્રાથમિક અનુમાન છે.