ગોધરા: શહેરના બહારપુરા વિસ્તારમાં દીકરી અને સાળાની પૂછપરછ બાબતે દંપતી પર જીવલેણ હુમલો: બે સામે ગુનો દાખલ
ગોધરાના બહારપુરા વિસ્તારમાં દીકરી અને સાળાની માહિતી પૂછતા શરૂ થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું. જયંતીભાઈ હરીજન અને ભુરીબેને રાજેન્દ્રભાઈ સોલંકી પર હુમલો કર્યો, જેમાં જયંતીભાઈએ પથ્થર વડે માથામાં ઈજા પહોંચાડી. બચાવવા આવેલા તેમની પત્ની પર પણ લાકડીથી હુમલો થયો. બંને આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા. ઈજાગ્રસ્ત દંપતી ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. એ-ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા તપાસ શરૂ કરી છે.