કાળુભાર રોડ વાઘવાળા ડેલા માંથી નીલમબાગ પોલીસે મસમોટો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
Bhavnagar City, Bhavnagar | Dec 4, 2025
નિલમબાગ પોલીસ સ્ટેશનની ટીમે બાતમી આધારે કાળાનાળા, કાળુભા રોડ વિસ્તારમાં આવેલ વાઘવાળા ડેલા વિસ્તારમાં રેડ કરીને એક જૂના બંધ મકાનમાંથી ગેરકાયદેસર રાખેલો પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂનો વિશાળ જથ્થો કબ્જે કર્યો હતો.પોલીસ સ્ટાફે રેડ દરમિયાન રસોડાના પ્લેટફોર્મ નીચે પુઠ્ઠાના બોક્સોમાં છુપાવી રાખેલી કંપની સીલપેક દારૂની બોટલો સહિત કુલ મુદ્દામાલ કિંમત ₹3,27,600 કબજે કર્યો, મકાન ભાડે રાખનાર રાજુ સોલંકી હાલ સ્થળ પરથી ગેરહાજર મળ્યો હતો. તેના વિરૂદ્ધ કાર્યવાહી કરી