ગોધરા: ગોધરા તાલુકાના છારીઆ ગામેથી ₹૩.૭૩ લાખનો દારૂ ઝડપાયો: આરોપી બુટલેગર ફરાર
પંચમહાલ જિલ્લામાં દારૂબંધીની કડક અમલવારીના ભાગરૂપે ગોધરા તાલુકા પોલીસે બાતમીના આધારે છારીઆ ગામના ગાયવાસી ફળિયામાં એક રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસને મકાનમાંથી ₹૩,૭૩,૪૦૯ ની કિંમતનો ૧,૦૯૭ નંગ વિદેશી દારૂ અને બીયરના ટીનનો મોટો જથ્થો મળી આવ્યો હતો, જેને પોલીસે જપ્ત કર્યો છે.જો કે, પોલીસના દરોડા દરમિયાન આરોપી બુટલેગર રાજુભાઈ વિનુભાઈ રાઠવા ઘરે હાજર ન મળી આવતા તે ફરાર થઈ ગયો હતો. ગોધરા તાલુકા પોલીસે આ તમામ મુદ્દામાલ કબજે કર