અમદાવાદ શહેર: ચાઇનીઝ ગેંગને ભારતીય નંબરના સિમકાર્ડ આપનાર બે આરોપી ઝડપાયા, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના PI નું નિવેદન
ચાઇનીઝ સાયબર માફિયાઓ ડિજિટલ એરેસ્ટના નામે કરોડો રૂપિયા પડાવી રહ્યા છે, ત્યારે આ ગેંગને ભારતીય નંબરના સિમકાર્ડ આપનાર કરનાર બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. સુરેશ અને ઋષિકેશ નામના બે યુવાનોએ બોગસ કંપનીઓ રજિસ્ટર્ડ કરાવી તેના નામે સંખ્યાબંધ સિમકાર્ડ લીધા હતા. ચોક્કસ કંપનીઓના નામે આ બે યુવાનોએ 550 સિમકાર્ડ લીધા હોવાનું સામે આવ્યું છે.