રાજુલા: લુંટના ગુનામાં નાસ્તા ફરતા આરોપીની રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતેથી ધરપકડ
Rajula, Amreli | Nov 12, 2025 રાજુલા શહેરમાં બનેલ લૂંટની કોશિશનો ગુનો રાજુલા પોલીસએ ઝડપી કામગીરીથી ઉકેલી કાઢ્યો છે. CCTV ફૂટેજ અને ટેકનિકલ વિશ્લેષણના આધારે પોલીસે કીરીટભાઈ ખીમજીભાઈ વાઘ (ઉ. 30, રાજુલા)ને પકડી પાડ્યો.આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એ.ડી. ચાવડાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ અને ટાઉન બીટ સ્ટાફે સફળતાપૂર્વક પૂર્ણ કરી.