અમદાવાદ શહેર: અમદાવાદના ગોતામાં દૂષિત પાણીની સમસ્યા,AMCની આરોગ્ય ટીમ સોસાયટીમાં પહોંચી
આજે સોમવારે સવારે 11 વાગ્યાની આસપાસ ગોતામાં પાણીની ફરિયાદ મળતા AMC એક્શન મોડમાં આવ્યુ છે.AMCની આરોગ્ય ટીમ દ્વારા સોસાયટીમાં પહોંચી પીવાના પાણીના સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવી રહી છે.જેમાં રોડ ખોદકામ કામગીરી દરમિયાના ડ્રેનેજ લાઇનમાં ભંગાણ થતા પીવાના પાણીમાં ભળી જવાની આશંકાએ તપાસ શરુ કરવામાં આવી છે.ત્યારે વિસ્તારમાં થયેલા ખોદકામ વચ્ચે પાણી દૂષીત મળતા લોકોમાં હાલાકી પડી રહી છે.