ઉમરેઠની મદની સોસાયટીમાં રખડતા કૂતરાઓનો આતંક સામે આવ્યો છે.રખડતા કૂતરાએ સોસાયટીમાં રમી રહેલા બાળકો (બાળક અને બાળકી) પર અચાનક હુમલો કર્યો હતો.પિતા પોતાના બાળકોને બચાવવા વચ્ચે પડ્યા, ત્યારે કૂતરાએ તેમને પણ નખુરીયા મારીને ઇજાગ્રસ્ત કર્યા હતા.ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ઉમરેઠની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.