વિજાપુર: વિજાપુર ખણુસાગામે આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે સ્વસ્થ નારી સશક્ત નારી અંતર્ગત કાર્યક્રમમાં 100થી વધુ મહિલાઓ એ લાભ લીધો
વિજાપુર ખણુસા ગામે આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે જીલ્લા આરોગ્ય વિભાગ ના માર્ગદર્શન મુજબ સ્વસ્થ નારી સશક્ત નારી અંતર્ગત આજરોજ રવિવારે બપોરે ત્રણ કલાકે ચેપી રોગો બ્લડ પ્રેશર ડાયાબીટીસ સ્રીરોગની તપાસ કરવામાં આવી હતી. કુપોષિત સગર્ભા મહિલાઓ ને પોષણ કીટ વિતરણ કરવામાં આવી હતી. સ્ત્રી રોગો ના નિષ્ણાત બાલ રોગ ના નિષ્ણાત ચામડી રોગ ના નિષ્ણાત ડોક્ટર ટીમે આરોગ્ય ની તપાસ કરી હતી.100 થી વધુ લાભાર્થીઓ એ લાભ લીધો હતો.પ