રાજકોટ પૂર્વ: રાજકોટમાંબહુમાળી ભવન ખાતે વિદ્યાર્થીઓ વાલીઓમાં નીટની પરીક્ષા ફરીથી લેવા સામે રોષ વ્યક્ત કરાયો
મેડિકલ ક્ષેત્રમાં કરિયર બનાવવા માટેની સૌથી મહત્વની પરીક્ષા એટલે કે નીટનું પેપર લીક થતા ચોમેરા પરીક્ષા ફરીથી લેવાની વાતો થઈ રહી છે ત્યારે રાજકોટમાં ઉતીર્ણ થયેલા વિદ્યાર્થીઓમાં અને તેમના વાલીઓમાં આ મામલે ભારે રોષ વ્યક્ત થઇ રહ્યો છે. અને આ મામલે આજે સવારે 11 વાગ્યે બહુમાળી ભવન ખાતે NO RE-NEETના બેનરો સાથે સૂત્રોચ્ચાર સાથે તેઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો.