રાજકોટ પૂર્વ: રાજકોટ જિલ્લાની લોક અદાલતમાં 36000 કેસ, 60 ટકાથી વધુમાં સમાધાન
આજે સાંજે 7 વાગ્યે મળતી માહિતી અનુસાર રાજકોટ જિલ્લા ન્યાયાલય દ્વારા જણાવ્યા મુજબ આજરોજ રાષ્ટ્રીય મેગા લોક અદાલતનું આયોજન રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ ન્યુ દિલ્હીના આદેશ મુજબ સમગ્ર રાષ્ટ્ર લેવલે કરવામાં આવ્યું હતું. જેને લઈને આજના દિવસે જુદી જુદી કેટેગરીના કુલ 36000 કેસો હાથ પર લેવામાં આવ્યા હતા. જેમાં 60% થી પણ વધુ સંખ્યામાં સમાધાનથી કેસોનો નિકાલ થયો હતો.