સિહોર: શિહોર નગરપાલિકા દ્વારા સખી મંડળની બહેનોના પગાર ચૂકવના બાબતે ગલ્લા તલ્લા અનેકવાર રજૂઆત કરવા છતાં
શિહોર નગરપાલિકા દ્વારા સખી મંડળની બહેનોને સૂકો કચરો અને ભીનો કચરો ઉપાડવા માટે થઈ અને તેઓની પાસે કામ કરાવવામાં આવેલું પરંતુ એક વર્ષ થઈ ગયું છતાં આજ સુધી મહેનતાણું ન મળતા આજે બહેનોએ ફરી નગરપાલિકા ખાતે રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે વિરોધ પક્ષના નેતા સાથે રહી નગરપાલિકાના પ્રમુખને રજૂઆત કરી આઠ દિવસની અંદર મહેનતાણું મળી જશે તેઓ આશ્વાસન આપવામાં આવ્યું છે