ભાવનગર શહેરના કુંભારવાડા નારી રોડ વિસ્તારમાં લોકો દ્વારા હોબાળો કરાયો હતો.. કુંભારવાડા નારી રોડ વિસ્તારમાં એક શંકાસ્પદ મહિલાને લઈને લોકોનું ટોળું મોટી સંખ્યામાં ઉમટી પડ્યું હતું. લોકો દ્વારા આ સમગ્ર ઘટનાને લઈને હોબાળો કરવામાં આવતા પોલીસને જાણ કરાઈ હતી. બનાવ અંગે જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને સમગ્ર ઘટના અંગે કાર્યવાહી હાથ ધરી હતી.