અંકલેશ્વર: શારદા ભવન ટાઉન હોલ ખાતે જિલ્લા કલેકટરની ઉપસ્થિતિમાં તલાટીઓ માટે જિલ્લા કક્ષાનો વર્કશોપ યોજાયો હતો
સ્વચ્છતા હી સેવા પખવાડિયાની ઉજવણી અંતર્ગત અંકલેશ્વરના માં શારદા ભવન ટાઉન હોલ ખાતે કલેક્ટર ગૌરાંગ મકવાણા વિશેષ ઉપસ્થિતમાં તલાટીઓ માટે જિલ્લા કક્ષાના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં તલાટીઓને વિવિધ કાર્યકરો અને ગામ કે શહેરને ક્લીન રાખવા સાથે લોકોને કેવી રીતે માર્ગદર્શન પૂરું પડવું તે સહિતના મુદ્દે માહિતી આપવામાં આવી હતી.