મહુવા: મહુવામાં આશા વર્કર પર હુમલો અને છેડતીનો આરોપ
મહુવા શહેરમાં એક આશા વર્કર મહિલાએ પોતાના સાસરી પક્ષના સભ્યો સામે મારામારી, ગાળાગાળી અને છેડતીની ફરિયાદ નોંધાવતા મામલો ચર્ચાનો વિષય બન્યો છે. ફરિયાદ મુજબ નુમાબેન વસીમભાઈ કાછેલા, રહે. નૂતનનગર-2, અલી મસ્જિદ સામે, મહુવા, પોતાના દોઢ વર્ષના દીકરા સાદને લેવા માટે કાકાજી સસરા રઝાકભાઈ કાછેલાના ઘરે ગયા હતા. તે દરમિયાન પરિવારના સભ્યો સાથે બોલાચાલી થયા બાદ ઝઘડો ઉગ્ર બન્યો હતો. મહિલાના આક્ષેપ અનુસાર શબાનાબેન રઝાકભાઈ કાછેલાએ પ્રથમ માર મારવાનું શરૂ કર્યું હતું.