ગોધરા: વિવિધ પડતર પ્રશ્નો અને જનસમસ્યાઓ મુદ્દે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર કચેરીએ રેલી સાથે વિરોધ પ્રદર્શન
પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સંગઠન દ્વારા વિવિધ રાષ્ટ્રીય અને સ્થાનિક પ્રશ્નો મુદ્દે ગોધરા ખાતે એક વિશાળ રેલી કાઢી કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં મધ્યપ્રદેશ રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર મીનાક્ષી નટરાજનનું ફોર્મ સત્તાના દુરુપયોગથી ગેરકાયદેસર રીતે રદ કરવાના લોકશાહી વિરોધી પગલાં સામે રાષ્ટ્રપતિને સંબોધી ન્યાયની માંગ કરાઈ છે. આ સાથે જ ગોધરા શહેરની સ્થાનિક સમસ્યાઓ જેવી કે અનિયમિત પીવાનું પાણી, પ્રી