ભાવનગર શહેર: રાણીકા વિસ્તારમાં દાંતિયા વાળી શેરીમાં રહેણાંકી મકાનમાં આગ લાગતા ફાયર ટીમે કાબૂ મેળવ્યો
Bhavnagar City, Bhavnagar | Jun 11, 2026
ભાવનગર શહેરના રાણીકા વિસ્તારમાં આગની ઘટના બની હતી. રાણિકા વિસ્તારમાં આવેલી દાંતિયા વાળી શેરી વજીરવાળી શેરીમાં એક રહેણાંકી મકાનમાં અચાનક આગ લાગી હતી. જે આગની ઘટનાને લઈને સ્થાનિક લોકો એકઠા થયા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ઘટનાને જાણ થતા ફાયર બ્રિગેડ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર પાણી છાંટી કાબુ મેળવ્યો હતો.