આહવા: ડાંગના રાજ્ય ધોરીમાર્ગો પર 'સેવા સંકલ્પ અભિયાન': રસ્તાઓની સાફ-સફાઈ શરૂ
ડાંગમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા રાજ્ય ધોરીમાર્ગો પર 'સેવા સંકલ્પ અભિયાન' હેઠળ જંગલ કટિંગની કામગીરી શરૂ કરાઈ છે. ૫૦થી વધુ શ્રમિકો, ૫ ગ્રાસ કટર અને ૨ ટ્રેક્ટરની મદદથી રસ્તાની આસપાસના ઝાડી-ઝાખરા દૂર કરવામાં આવી રહ્યા છે.