માણેજા ક્રોસિંગ પાસેથી વિદેશી દારૂ ઝડપાયો
વડોદરા શહેરના માણેજા ક્રોસિંગ ત્રણ રસ્તા પાસેથી મકરપુરા પોલીસ ટીમે બાતમીના આધારે એક સફેદ રંગની કાર (નં. GJ-06-AV-1773) માંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કારમાંથી ભારતીય બનાવટની ઇંગ્લીશ વ્હીસ્કીના ૧૮૦ મી.લી. ના કુલ ૯૨૯ ક્વાટર (કિંમત રૂ. ૩,૦૧,૯૨૫), કાર (કિંમત રૂ. ૧,૭૦,૦૦૦) અને ૩ મોબાઇલ ફોન (કિંમત રૂ. ૩૦,૫০০) મળી કુલ રૂ. ૫,૦૨,૪૨૫/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ રેડ દરમિયાન પોલીસે ફીરોજ રજનીકાંત પટણી (રહે. ગાજરાવાડી, વડોદરા), શહબાજ અબ્દુલ રફીક ખાન, સોહેલ જલીલએહમદ ખાન અને ઉર્મિલાદેવી શ્યામધર સરોજ (તમામ હાલ રહે. સુરત, મૂળ રહે. ઉત્તર પ્રદેશ) ની ધરપકડ કરી છે. પકડાયેલી મહિલા આરોપી સામે અગાઉ પણ વાડી, કડોદરા GIDC અને વલસાડ સહિતના પોલીસ સ્ટેશનોમાં પ્રોહીબીશનના ચાર ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. મકરપુરા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કડક કાર્યવાહ�