ગોધરા: જિલ્લામાંથી પર્દાફાશ થયેલા "Mule Hunt" સ્કેમને લઈને DySP બી એલ દેસાઈએ માહિતી આપી હતી.
ગુજરાત પોલીસના “Mule Hunt” ઓપરેશન હેઠળ શહેરા પોલીસે આંતરરાજ્ય સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ કરી પી.ડી.સી. બેંકના પૂર્વ બ્રાન્ચ ઓફિસર સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા. તપાસમાં ખુલ્યું કે સુરતના ચાર વ્યક્તિઓના નામે ખોલાયેલા બેંક ખાતાઓ મારફતે માત્ર ૩૦-૩૫ દિવસમાં ₹૩.૨૭ કરોડના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન થયા હતા. એક ખાતા સામે કેરળમાં પણ સાયબર ફ્રોડનો ગુનો નોંધાયો છે. પૂછપરછ દરમિયાન ₹૮૦૪ કરોડથી વધુના મહા-સ્કેમમાં સંડોવાયેલા બે મુખ્ય સૂત્રધારોના નામ સામે આવતા પો