ગોધરા: શહેરા તાલુકાના વિસ્તારમાં વિદેશી દારૂની હેરાફેરી કરવાના ગુનામાં સંડોવાયેલા આરોપીની જામીન અરજી નામંજૂર કરાઈ
પંચમહાલ જિલ્લામાં ગેરકાયદેસર વિદેશી દારૂ હેરાફેરી કેસમાં કોર્ટએ આરોપીની જામીન અરજી નામંજુર કરી. તરસંગ-સાધરા રોડ પર નાકાબંધી દરમિયાન ત્રણ આરોપીઓ બાઈક પર દારૂ લઈ જતા હતા અને પોલીસને જોઈ ફરાર થઈ ગયા. સ્થળ પરથી રૂ. 92,800નો દારૂ અને બાઈક જપ્ત કરવામાં આવ્યા. શહેરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ પ્રવિણભાઈ ચાવડાએ જામીન માટે અરજી કરી હતી, પરંતુ સરકાર પક્ષની દલીલોને આધારે જજ આર.આર. પટેલે અરજી ફગાવી દીધી.