ગોધરા: અંત્યોદય યોજનામાં અનાજનો જથ્થો ઘટાડવાના પ્રસ્તાવ સામે જિલ્લા સેવાસદન કચેરી ખાતે મહિલા સંગઠનનું આવેદનપત્ર
પંચમહાલ જિલ્લાના 'પાનમ/દેવગઢ મહિલા સંગઠન' દ્વારા ગોધરા ખાતે અધિક નિવાસી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી 'અંત્યોદય અન્ન યોજના' હેઠળ રેશનકાર્ડ દીઠ મળતા ૩૫ કિલો અનાજના જથ્થાને ઘટાડીને પ્રતિ વ્યક્તિ ૭ કિલો કરવાના પ્રસ્તાવનો ઉગ્ર વિરોધ કરાયો છે. સંગઠનના સ્થાનિક સર્વેક્ષણ મુજબ, રોજગારીની અછતને કારણે ૩૪% લોકો ભૂખ્યા સૂઈ જાય છે અને ૬૨% લોકો અડધી થાળી જમીને દિવસો વિતાવે છે. આથી, ગરીબ પરિવારો માટે જીવાદોરી સમાન ૩૫ કિલો અનાજનો જથ્થો યથાવત રાખવા, સાથે દાળ, તેલ, કઠ