ભાવનગર શહેર: ઘોઘા રોડ વિસ્તારમાંથી ક્રિકેટ મેચ પર જુગાર રમતા શખ્સને પોલીસે રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધો
Bhavnagar City, Bhavnagar | May 21, 2026
ભાવનગર શહેરની ઘોઘા રોડ પોલીસ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે દશરથસિંહ રાઠોડ નામના IPL ક્રિકેટ મેચ પર સટ્ટો રમી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી દરોડા જેવી કાર્યવાહી હાથ ધરી હતી.