ભુજ: માધાપર પોલીસે વાહનચોરીનો ગુનો ડિટેક્ટ કરી આરોપીને ઝડપી પાડ્યો
Bhuj, Kutch | Jun 28, 2026 પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસના માધાપર પોલીસ સ્ટેશનની ટીમે વાહનચોરીના ગુનાનો સફળ ભેદ ઉકેલી એક આરોપી વિજય ઉર્ફે વિડીયો રમેશ ગીરી ગોસ્વામી ની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી અંદાજે રૂ. 25,000 કિંમતની ચોરાયેલી મોટરસાયકલ કબજે કરી છે. આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ ચાલુ છે.