કડી: કડી પોલીસ ના કર્મચારીઓને યુવતીને કેનાલમાં આપઘાત કરતાં બચાવવાની ઉમદા કામગીરી બદલ જીલ્લા પોલીસ વડા દ્વારા સન્માનિત કરાયા
Kadi, Mahesana | Sep 24, 2025 આજ રોજ 23 માર્ચ ના દિવસે મહેસાણા હેડકોટર્સ ખાતે કડી પોલીસ સ્ટેશનના પી.આઈ એ.એન.સોલંકી સહિત અન્ય 5 પોલીસ કર્મચારીઓને જિલ્લા પોલીસ વડા દ્વારા યુવતીનો જીવ બચાવવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.ગઈ તારીખ 21 સપ્ટેમ્બરના રોજ કડી તાલુકાના આદુંદરા ગામ નજીક નર્મદા કેનામાં એક યુવતી આપઘાત કરવા માટે કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી.તે જ સમયે કડી પોલીસ સ્ટેશનના પી.આઇ તેમજ અન્ય પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગ દરમિયાન ત્યાં પહોંચતા તેમને આ યુવતીને બચાવી લીધી હતી.