કડી: કડી તાલુકાના થોળ ગામેથી ગંજીપાનાંનો જુગાર રમતા 12 ઈસમોને કુલ રૂપિયા 77,000 ના મુદ્દામાલ સાથે બાવલું પોલીસે ઝડપી પાડ્યા
Kadi, Mahesana | Oct 22, 2025 ગઈ તારીખ 19 ઓક્ટોબરના રોજ રાત્રી દરમિયાન બાવલુ પોલીસ સ્ટાફના માણસો બાવલું પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા.તે દરમિયાન ફરતા ફરતા થોળ ટેકરા પાસે આવતા ખાનગી રાહે બાતમી મળી હતી,કે થોળ ગામમાં આવેલ જીનવાસમાં પટેલ મહીન બળદેવભાઈ ની ઓરડીની આગળ ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો પૈસા થી ગંજીપાનાં નો હારજીત નો જુગાર રમી રમાડે છે.જે હકીકતને આધારે સદરી જગ્યાએ જઈ રેડ કરતા કુલ 12 ઈસમોને ઝડપી પાડ્યા હતા.કુળ 70020 નો મુદ્દામાલ કબ્જે કર્યો.